You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડું : દ્વારકામાં આશ્રયસ્થાનોમાં લોકો માટે કેવી વ્યવસ્થા કરાઈ છે?
બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જ્યાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે એવા વિસ્તારોને તંત્ર દ્વારા ખાલી કરાવાયા છે અને તેમને સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે.
દ્વારકામાં પણ વાવાઝોડાની સંભવિત ભીતીને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આશ્રયસ્થાનમાં લોકોને પહેરવા-ઓઢવા અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
હાલ આ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 280 કિલોમીટર, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌ બંદરથી 310 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાચીથી 450 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જૂન રાત્રી સુધી તે ઉત્તર દિશા તરફ આગળ વધશે. જે બાદ તે વળાંક લેશે અને ઉત્તર- ઉત્તરપૂર્વ બાજુ આગળ વધશે અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાના કિનારા તરફ આવશે.