ચીનમાં કેટલીક મહિલાઓ બાળક કેમ નથી ઇચ્છતી?
ચીનમાં કેટલીક મહિલાઓ બાળક કેમ નથી ઇચ્છતી?

બદલાતા જમાનાના સાથે ચીનમાં હવે એવો સમય આવ્યો છે જ્યાં મહિલાઓને માતા બનીને પોતાનાં બાળકોની ‘સારી સંભાળ લઈ શકવાની પોતાની આવડત સામે સવાલ થઈ રહ્યા છે.’
પશ્ચિમના દેશોમાં યુગલો અને સિંગલ લોકોમાં બાળક ન રાખવાનું વલણ પ્રચલિત હોવાની વાત નવી નથી, પરંતુ હવે ચીનમાં પણ આ વલણ પ્રતિબિંબિત થવા લાગ્યું છે. દાયકાઓ સુધી ‘વન ચાઇલ્ડ પૉલિસી’ને વળગી રહેનાર ચીને તાજેતરમાં દેશમાં ઘટી રહેલા જન્મદરને સંતુલિત કરવા માટે યુવાનોને વધુ બાળકો પેદા કરવા માટે અભિપ્રેરિત કરવાની શરૂઆત કરી છે. પરંતુ હવે ઘણા યુવાનો આ પ્રેરણા છતાં બાળકો નથી ઇચ્છતા.
આખરે દેશમાં શું બદલાઈ રહ્યું છે?
આ પ્રકારના વલણ પાછળ કયાં કારણો જવાબદાર છે? જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.





