એક સફળ પૅરાઍથ્લીટ પતિની પાછળ પત્નીના સંઘર્ષની કહાણી

વીડિયો કૅપ્શન, એક સફળ પૅરાઍથ્લિટ પતિની પાછળ પત્નીના સંઘર્ષની કહાણી
એક સફળ પૅરાઍથ્લીટ પતિની પાછળ પત્નીના સંઘર્ષની કહાણી
બીબીસી ગુજરાતી

છેલ્લાં 17 વર્ષથી હલનચલનમાં અસમર્થ તેમના પતિનું ધ્યાન રાખે છે તેમનાં પત્ની કુસુમ.

ન માત્ર તેમનું ધ્યાન રાખે છે પણ જીવન જીવવાનો તેમણે તેમના પતિમાં એવો તે ઝોમ ભર્યો કે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અને સમ્માન બંને મળ્યા.

અને તેમની આવી કાળજીને કારણે આજે તેમના પતિ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી બની શક્યા છે.

હરિયાણાના રોહતકમાં રહેતાં કુસુમના લગ્ન થયાને અઢી મહિનાનો સમય જ થયો હતો અને તેમના પતિ મનજીત અહલવાતને અકસ્માત નડ્યો.

આ પછી નિરાશ થઈ ગયેલા મનજીત અહલવાલના જીવનમાં કુસુમે નવી ઊર્જા ભરી દીધી. અને મનજીતે પૅરા ગેમ્સમાં ભાગ લીધો ત્યારે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અને સમ્માન બંને મળ્યા.

હવે ઑક્ટોબરમાં ચીનમાં આયોજીત થનારી એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી