કચ્છ : રણમાં મીઠું પકવનાર એ યુવતી જે પ્રથમ વખત મતદાન કરશે, એના પ્રશ્નો શું છે?
કચ્છ : રણમાં મીઠું પકવનાર એ યુવતી જે પ્રથમ વખત મતદાન કરશે, એના પ્રશ્નો શું છે?
કચ્છના નાના રણનું પાણી ખારું છે. આ ખારા પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે અને આ જ મીઠું લોકોની આવકનું માધ્યમ પણ છે.
આ વિસ્તારમાં સેંકડો પરિવારો પંપ મારફતે જમીનમાંથી પાણી કાઢે છે અને તેનાથી મીઠું બનાવવાનું કામ કરે છે. આમાંથી જ એક છે 20 વર્ષીય પૂજા ડાભીનો પરિવાર. તેઓ પણ મીઠું બનાવવામાં પોતાના પરિવારની મદદ કરે છે.
આવનારી લોકસભાની ચૂંટણીમાં પૂજા પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમના વિસ્તારમાં રહેતાં લોકોનો વિકાસ થાય અને તેઓ આગળ વધે.
આ વિસ્તારમાં લાગેલા સોલાર પૅનલોથી લોકોની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે. પૂજાના ઘરનું સમારકામ થયું છે અને હવે તેમનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સોલાર પૅનલથી તેમના જીવનમાં શું સુધારો આવ્યો?
તેમના શું પ્રશ્નો છે? વધુ જુઓ આ વીડિયોમાં...




