કચ્છ રણોત્સવ : કચ્છનું ધોરડો સફેદ રણનું પ્રવેશદ્વાર કેમ કહેવાય છે?
ભારતના પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીની પરેડમાં દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વખતે ગુજરાતની ઝાંખીમાં કચ્છમાં આવેલું એક એવું ગામ દર્શાવાયું જેણે વિશ્વસ્તરે નામના મેળવી છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના કચ્છના ‘ધોરડો’ સહિત કચ્છની ઓળખ મનાતા ભૂંગા, કચ્છી હસ્તકળા, રોગન આર્ટ, રણોત્સવ અને ટેન્ટ સિટીની ઝાંખી રજૂ કરાયા.
આ જાહેરાતને કારણે ‘કચ્છને આંતરરાષ્ટ્રીય ઓળખ અપનાવનારો’ ધોરડો ફરી એક વાર સમાચારોમાં છવાઈ ગયું છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ યુનાઇટેડ નૅશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશને ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ જાહેર કર્યું હતું.
આ બંને ઉપલબ્ધિને કારણે કચ્છની કુદરતી અજાયબી એવા સફેદ રણ માટે વિખ્યાત ધોરડો ચર્ચાનો વિષય બન્યો છે.
વીડિયો : તેજસ વૈદ્ય, પવન જયસ્વાલ, રૂપેશ સોનવણે અને પ્રીત ગરાલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images



