એ મહિલા, જે શહેરની મધ્યમાં આવેલું જંગલ બચાવવા મેદાને પડ્યાં
વિશ્વના એક સૌથી પ્રદૂષિત શહેર મુંબઈમાં આરે જંગલ સ્વર્ગ જેવું છે.
પ્રમિલા અને તેમનો પરિવાર અહીં અન્ય 8000 મૂળ નિવાસીઓ સાથે રહે છે. આ જંગલમાં મોટા પ્રમાણમાં દીપડા રહે છે.
2019માં વહીવટીતંત્રે અહીં મેટ્રો ટ્રેનનો ડૅપો બાંધવાની પરવાનગી આપી હતી. ત્યારે પ્રમિલાએ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.
પ્રમિલા કહે છે, "મને વૃક્ષો ગમે છે. મને મારાં ખેતરો ગમે છે. મારું ઘર જેમાંથી બન્યું તે પણ મારા માટે તે મંદિર સમાન છે. એટલે હું તેને છોડીને ક્યાંય જવા માગતી નથી."
વિરોધપ્રદર્શન બાદ સુપ્રીમ કોર્ટે વૃક્ષો કાપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો. પરંતુ જુલાઈ 2022માં મહારાષ્ટ્રમાં નવી રચાચેલી સરકારે જાહેરાત કરી કે મેટ્રો પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવશે.
પ્રમિલા અને તેમના સમાજે ફરીથી વિરોધ-પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.
પ્રમિલા કહે છે, "જો અમે નહીં લડીએ તો જંગલ કઈ રીતે બચાવીશું? જો અમે ડરી જઈશું તો કોણ લડશે?"
રાજ્ય સરકારે બીબીસીને જણાવ્યું કે મેટ્રો પ્રોજેક્ટ મહત્ત્વનો છે અને તેનાથી 'પર્યાવરણને કોઈ નુકસાન નથી.'
પ્રમિલાનાં વૃક્ષપ્રેમ અને જંગલપ્રેમ માટે જુઓ આ વીડિયો અહેવાલ...






