You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્કેટિંગ ગર્લ જ્હાન્વીએ માત્ર 17 વર્ષની ઉંમરમાં કેવી રીતે પાંચ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યાં?
સ્કેટિંગ ગર્લ જ્હાન્વીએ માત્ર 17 વર્ષની ઉંમરમાં કેવી રીતે પાંચ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યાં?
17 વર્ષીય જાનવી જિંદાલ એક ફ્રી સ્ટાઇલ સ્કેટર છે. સ્કેટિંગ શૂઝમાં તેઓ એટલી સહજતાથી સ્કેટિંગ કરતબો કરે છે કે જોનાર આ કૌશલ્ય પર તેમની પકડ જોઈને આશ્ચર્યચકિત થયા વગર ન રહી શકે.
આઠ વર્ષની ઉંમરથી સ્કેટિંગના પ્રેમમાં પડેલાં જાનવીએ સ્કેટિંગ પર એવી તો મહારત હાંસલ કરી છે કે તેઓ આ કૌશલ્યમાં પાંચ-પાંચ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.
તેઓ જણાવે છે કે તેમના પિતાએ તેમને અમસ્તા જ સ્કેટિંગ શૂઝ અપાવી દીધા હતા. અને ત્યારથી તેમની સ્કેટિંગની સફરની શરૂઆત થઈ હતી.
જુઓ, તેમણે આ રમત પ્રત્યે લાગણી કેવી રીતે બંધાઈ અને કેવી રીતે તેમાં અદ્ભૂત કૌશલ્ય વિકસાવી લીધું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન