ગુજરાતની મગફળીમાં એવું શું ખાસ છે કે તામિલનાડુથી વેપારીઓ તેને ખરીદવા ગુજરાત આવે છે?
ગુજરાતની મગફળીમાં એવું શું ખાસ છે કે તામિલનાડુથી વેપારીઓ તેને ખરીદવા ગુજરાત આવે છે?
તામિલનાડુના તંજાવુર, સેલાં, મદુરાઈ, ત્રિચી (તિરુચિરાપલ્લી) વગેરે જિલ્લાઓમાં ગુજરાતની મગફળીના બિયારણની બહુ માંગ છે. તામિલનાડુના વેપારીઓ લગભગ છેલ્લા 20 વર્ષથી બિયારણની મગફળી ખરીદવા ગુજરાત આવી રહ્યા છે. GJG-9 અને કે-6 (કાદીરી-6) બંને વહેલી પાકતી ઉભડી પ્રકારની મગફળીની જાતો છે. તેનો પાક લગભગ 90 દિવસમાં તૈયાર થઇ જાય છે. તામિલનાડુના વેપારીઓ બિયારણની મગફળી ખરીદવા આવે ત્યારે આ બે પ્રકારની મગફળી ખરીદે છે.

ઇમેજ સ્રોત, DIVYESH VAYEDA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



