એ ગામો, જ્યાં મુસ્લિમ નથી અને હિન્દુઓ વેરાન મસ્જિદનું રક્ષણ કરે છે

વીડિયો કૅપ્શન, બહેનની ઇચ્છા પૂરી કરવા આ હિંદુ ભાઈએ વેરાન મસ્જિદને ફરી કેવી રીતે શરૂ કરી?
એ ગામો, જ્યાં મુસ્લિમ નથી અને હિન્દુઓ વેરાન મસ્જિદનું રક્ષણ કરે છે

બિહારના પાટનગર પટણાની બાજુમાં આવેલા વિસ્તારો મગધના નામથી પ્રખ્યાત છે.

આ વિસ્તારની એક ખાસ વાત એ પણ છે કે અહીં ઘણી જગ્યાએ મુસ્લિમોની વસ્તી નથી, પરંતુ આજેય મસ્જિદો મોજૂદ છે અને ત્યાં દરરોજ અજાન થાય છે.

આ મસ્જિદો દાયકાઓ પુરાણી છે. જેના વારસાને બચાવવા માટે સામાન્ય લોકો આપમેળે સામે આવ્યા છે.

સામાન્ય રીતે મીડિયામાં હિંદુ-મુસ્લિમ કોમી હિંસાના સમાચારો ચમકતા રહે છે, ત્યારે બિહારના નાલંદા ગામમાંથી કોમી એખલાસનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે.

જ્યાં અજય પાસવાન છેલ્લાં અનેક વર્ષોથી ગામની મસ્જિદની સંભાળ રાખવાનું કામ કરે છે તેમના બે મિત્રો પણ આ કામમાં તેમનો સાથ આપે છે.

ખરેખર આ સિલસિલો 15 વર્ષ પહેલાં શરૂ થયો હતો, જ્યારે અજય અને તેમના મિત્રો મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

ગામમાં મુસ્લિમ નથી છતાં અહીંની મસ્જિદ આબાદ છે.

સ્થાનિકો આના વિશે શું કહે છે? અજય પાસવાન તથા તેમના મિત્રોને અહીંની મસ્જિદની સાફસફાઈ કરવાની પ્રેરણા કેવી રીતે મળી તથા આના વિશે મુસ્લિમો શું કહે છે?

બિહાર, પાટનગર પટણા, હિન્દુ, મુસ્લિમ

ઇમેજ સ્રોત, Shahnawaz Ahmad/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન