નરસંહારમાં પુત્રોને ગુમાવનારી માતાની કરુણ કહાણી
''અમે લગભગ દસ વર્ષ સુધી તેને શોધ્યા છે, એવી કોઈ કબર નથી કે જ્યાં હું નથી ગઈ''.
આ શબ્દો સુહરા મલિકના છે. સુહરા મલિકે પોતાના બે પુત્રને સ્રેબેનિકા નરસંહારમાં ગુમાવ્યા છે.
જુલાઈ 1995માં સ્રેબ્રેનિકા શહેરમાં અને તેની આસપાસ 8,000થી વધુ બોસ્નિયન મુસ્લિમ પુરુષો અને યુવાન છોકરાઓનો સંહાર કરવામાં આવ્યો હતો.
સુહરા મલિક કમનસીબ મહિલા છે કે પોતાના પુત્રનું ધડ નરસંહારના દસ વર્ષ પછી મળ્યું હતું અને માથું આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં મળ્યું હતું.
સુહરા મલિક કહે છે, જ્યારે અમેં અમારા પુત્રને દફનાવ્યો ત્યારે અમને એ જાણકારી નહોતી આપવામાં આવી કે મારા પુત્રનું માથું નથી.
સુહરા મલિક હાલ એક નર્સિંગ હોમમાં રહે છે. આ નર્સિંગ હોમ ખાસ એ વૃદ્ધ લોકોને આશ્રય આપે છે જેણે આ નરસંહારની પીડા ભોગવી છે, પોતાના અંગત લોકોને આ નરસંહારમાં ગુમાવ્યા છે.
સુહરા મલિક કહે છે કે, ''આ પીડા ભોગવવી દરેક માટે અઘરી છે. માતા બનવું રમત વાત નથી''
આ વીડિયોમાં જુઓ સુહરા મલિકની કરુણ કહાણી..

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



