ગુજરાત: ફિક્સ્ડ ડિપોઝિટે કેવી રીતે ગામની આ બાળકીઓનું જીવન બદલી નાખ્યું?

વીડિયો કૅપ્શન, Fixed Deposit એ કેવી રીતે ગામની આ બાળકીઓનું જીવન બદલી નાખ્યું?
ગુજરાત: ફિક્સ્ડ ડિપોઝિટે કેવી રીતે ગામની આ બાળકીઓનું જીવન બદલી નાખ્યું?

આ કહાણી છે બનાસકાંઠાની બે દીકરીઓ સંજના અને ઉર્વશીની.

જેમણે કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે અભ્યાસની આશા ન મૂકી અને તેમને એક સખાવતી સંસ્થાની સહાય યોજનામાંથી મદદ મળી.

આશા વર્કર તરીકે કામ કરતાં ફાલગુની બહેન ગામમાં જરૂરિયાતમંદ છોકરીઓને સંસ્થાની આ યોજનાથી વાકેફ કરાવીને સહાય કરે છે.

સંસ્થાનો દાવો છે કે તેણે બનાસકાંઠા અને સાંબરકાંઠા વિસ્તારની ડઝનબંધ દીકરીઓને અભ્યાસ કરવામાં આ યોજનાએ સહાય કરી છે.

ગ્રામીણ શાળામાં ભણાવતા શિક્ષકો માટે પણ તેમની વિદ્યાર્થીનીઓની આ સફળતા ગર્વનો અનુભવ કરાવે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, દીકરીઓનો અભ્યાસ, સખાવતી સંસ્થા, કન્યા કેળવણી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન