મ્યાનમારના તીવ્ર ભૂકંપમાં નાનાં બાળકોની આખી શાળા તૂટી ગઈ?

મ્યાનમારના તીવ્ર ભૂકંપમાં નાનાં બાળકોની આખી શાળા તૂટી ગઈ?

ગત સપ્તાહે મ્યાનમારમાં રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે બે હજાર 900 લોકોનાં મૃત્યુ થયાં છે તથા અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.

અનેક શાળાઓ ભાંગી પડી અને ત્યાં અભ્યાસ કરી રહેલાં બાળકો મૃત્યુ પામ્યાં. પાંચ વર્ષીય થિયેટ આવાં જ એક બાળક હતાં, જેમનું આ ધરતીકંપ દરમિયાન મૃત્યુ થયું.

ભૂકંપ બાદ પરિવારજનોએ તેમની તપાસ હાથ ધરી હતી અને કામના કરી રહ્યા હતા કે કમ સે કમ તેનો મૃતદેહ સારી અવસ્થામાં મળી આવે.

જાણો થિયેટ તથા તેમના પરિવારની દાસ્તાન.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.