આંધ્ર પ્રદેશનું એ ગામ, જ્યાં કચરાના બદલામાં જીવનજરૂરી વસ્તુઓ મળે છે

આંધ્ર પ્રદેશનું એ ગામ, જ્યાં કચરાના બદલામાં જીવનજરૂરી વસ્તુઓ મળે છે

કચરાની સમસ્યાનો સામનો કરવા માટે ઘણા લોકો અવનવા ઉપાય શોધી રહ્યા છે.

આવો જ એક પ્રયાસ આંધ્ર પ્રદેશમાં પણ થઈ રહ્યો છે. જ્યાંનો પંચાયતી રાજ વિભાગ લોકો પાસેથી ભંગાર ભેગો કરી રહ્યો છે.

તેની અવેજમાં તેમને રોજની જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.

પંચાયતી રાજ વિભાગના કર્મચારીઓ તેનું સંચાલન કરે છે.

સૂકો કચરો અને ભંગાર ભેગો કરતાં વાહનોને 'સ્વચ્છ રથ' નામ અપાયું છે.

આ વાહનો ગુંટુરનાં ગામડાંમાં પ્રાયોગિક ધોરણે ચલાવાઈ રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન