સવિતા કંસવાલ કોણ છે જેમને સાહસિક કાર્ય માટે મળ્યો તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય પુરસ્કાર?

સવિતા કંસવાલ કોણ છે જેમને સાહસિક કાર્ય માટે મળ્યો તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય પુરસ્કાર?

ઍડ્વૅન્ચર નેશનલ ઍવૉર્ડ મેળવાનારાં દિવંગત સવિતા કંસવાલના પિતા અને પરિવારજનો દિલ્હીમાં તેમને મળેલું આ સમ્માન સ્વીકારવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

ભારતીય પર્વતારોહક સવિતા કંસવાલને મરણોપરાંત તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં.

સવિતાના પિતા જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પાસેથી આ ઍવૉર્ડ લઈ રહ્યા હતા ત્યારે સભાખંડમાં ઉપસ્થિત લોકો સાથે સવિતાના પિતા અને પરિવારજનોની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગત વર્ષે ચાર ડિસેમ્બરે સવિતા કંસવાલનું અવસાન થયું હતું.