ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 15થી 25 ઇંચ જેટલો વરસાદ પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાવી રહી છે, ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લા ઘણા વિસ્તારોમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ થઈ રહ્યો છે પરંતુ તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડી રહ્યો છે.

ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે અને કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.

રાજ્યમાં હજી પણ વરસાદનું જોર ચાલુ રહેશે અને પૂર્વ ગુજરાતના વિસ્તારો તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં પણ છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર રહશે. આવનારા દિવસોમાં ક્યા ક્યા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તે જાણવા માટે જુઆ આ વીડિયો અહેવાલ...

વીડિયો - દીપક ચુડાસમા

ઍડિટ - આમરા આમીર