You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UK Immigration : US બાદ યુકેમાં રહેતા દક્ષિણ એશિયન લોકો કેમ ચિંતામાં છે?
લંડનમાં જમણેરી જૂથની સભા યુકેમાં દાયકાઓમાં જોવા મળેલા સૌથી મોટા ઇમિગ્રન્ટ વિરોધી પ્રદર્શનોમાંના ફેરવાઈ ગઈ હતી.
13 સપ્ટેમ્બર, 2025ના રોજ, 1,10,000થી વધુ લોકો મધ્ય લંડનમાં "યુનાઇટ ધ કિંગડમ" માર્ચ માટે ઊમટી પડ્યા, જેનું આયોજન જમણેરી કાર્યકર્તા ટૉમી રૉબિન્સને કર્યું હતું.
યુનિયન જેક્સ, ઇંગ્લૅન્ડના સેન્ટ જ્યૉર્જ ક્રૉસ અને અમેરિકન અને ઇઝરાયલી ફ્લૅગ પણ લઈને, વિરોધીઓએ પોલીસની સુરક્ષાને પડકારી હતી.
શરૂઆતમાં "સ્વતંત્ર અભિવ્યક્તિનો ઉત્સવ" તરીકે ઓળખાતી આ રેલી ઝડપથી જાતિવાદ તરફ ઢળી ગઈ અને અંતે મુસ્લિમ વિરોધી દ્વેષપૂર્ણ ભાષણમાં પરિણમી.
મોટી સંખ્યામાં પોલીસ હાજર હોવા છતાં, હિંસા ફાટી નીકળી, જેમાં બે ડઝનથી વધુ અધિકારીઓ ઘાયલ થયા.
આ દરમિયાન ખરેખર શું બન્યું હતું અને કેમ દક્ષિણ એશિયાઇ લોકો હાલ અંતર અનુભવી રહ્યાં છે? જુઓ સાઉથ એશિયા રિજનલ જર્નાલિઝ ટીમનો આ અહેવાલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન