હીરા ઉદ્યોગમાં મંદી: એક સમયે જે પરિવાર પાસે બાળકની સ્કૂલની ફી ભરવાના પણ પૈસા નહોતા તે આજે કેવી રીતે સારી એવી કમાણી કરતો થઈ ગયો?
હીરા ઉદ્યોગમાં મંદી: એક સમયે જે પરિવાર પાસે બાળકની સ્કૂલની ફી ભરવાના પણ પૈસા નહોતા તે આજે કેવી રીતે સારી એવી કમાણી કરતો થઈ ગયો?
ગુજરાતમાં હીરાબજારમાં મંદીને લીધે પગારકપાત, નોકરી છૂટી જવી જેવા જીવનનિર્વાહને લગતા પ્રશ્નનો ઘણા પરિવાર સામનો કરી રહ્યા છે.
જેમાંથી સુરતના પંકજભાઈ પણ બાકાત નથી. પણ પરિવારનું ગુજરાન ચલાવવા છેવટે તેમણે હીરાબજાર છોડીને ખાણીપીણીનો વ્યવસાય શરૂ કર્યો.
આ નિર્ણયમાં તેમની પત્નીનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો.
જોકે, આ પરિવાર આવું કરનાર એકલો પરિવાર નથી. હીરાબજારમાં આવેલી મંદીને લીધે આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકોને ક્ષેત્ર બદલાવની કે ક્યારેક બે નોકરી કરવાની ફરજ પડી રહી છે.
જુઓ, કેવી રીતે પંકજભાઈનો પરિવાર પોતાની હિંમત અને ધંધાકીય સાહસના બળે મંદીના વમળમાંથી છૂટી ફરી પગભર બન્યો?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



