DDLJ : લંડનમાં મૂકાયેલા પોતાના સ્ટેચ્યૂ વિશે શાહરુખ ખાન અને કાજોલે શું કહ્યું?
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એટલે કે ડીડીએલજે - ભારતીય સિનેમાની સૌથી લાંબા સમય સુધી થિયેટરમાં ચાલેલી ફિલ્મ છે અને શાહરૂખ તથા કાજોલ તેનાં મુખ્ય કલાકારો છે.
ફિલ્મની રિલીઝને 30 વર્ષ પૂર્ણ થયાં, તે નિમિત્તે તાજેતરમાં લિસેસ્ટર ખાતે શાહરૂખ-કાજોલનાં સ્ટેચ્યૂનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મનાં હીરો-હિરોઇન આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
સ્ટેચ્યૂના અનાવરણ પ્રસંગે તેની અને કાજોલની ઝલક મેળવવા માટે પ્રશંસકો એકઠા થઈ ગયા હતા અને બંને સ્ટાર્સના આગમન સમયે લોકોની ચિચિયારીઓ ગૂંજી ઊઠી હતી.
શાહરૂખની ગણના બોલીવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાં થાય છે અને ભારત ઉપરાંત વિદેશમાં પણ તેના લાખો પ્રશંસકો છે. પ્રશંસકોએ તેને પ્રેમથી 'કિંગ ખાન' કે 'બોલિવૂડના બાદશાહ' જેવાં બિરૂદો આપ્યાં છે.
આ પ્રસંગે શાહરૂખ અને કાજોલે બીબીસી ન્યૂઝ સાથે વાત કરી હતી અને હેપ્પી મૅરેજ લાઇફ વિશે ટિપ્સ આપી હતી. આ સિવાય પણ અલગ-અલગ વિષયે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



