બાંગ્લાદેશના અંતરિયાળ વિસ્તારમાં એક માતાએ બનાવી વિકલાંગ બાળકોની શાળા

વીડિયો કૅપ્શન, બાંગ્લાદેશના અંતરિયાળ વિસ્તારમાં એક માતાએ કેમ બનાવવી પડી વિકલાંગ બાળકોની શાળા?
બાંગ્લાદેશના અંતરિયાળ વિસ્તારમાં એક માતાએ બનાવી વિકલાંગ બાળકોની શાળા
બાંગ્લાદેશનાં રિક્તા અખ્તર સ્કૂલ ફોર ડિસેબલ્ડ ચિલ્ડ્રનની ફાઉન્ડર છે
ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશનાં રિક્તા અખ્તર સ્કૂલ ફોર ડિસેબલ્ડ ચિલ્ડ્રનની ફાઉન્ડર છે

બાંગ્લાદેશનાં રિક્તા અખ્તર સ્કૂલ ફૉર ડિસેબલ્ડ ચિલ્ડ્રનની ફાઉન્ડર છે.

રિક્તા અખ્તરની બાળકી જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે એ સ્કૂલે જવા માગતી હતી, બાળકી સેરેબલ પાલ્સીથી પીડિત હતી.

જોકે સ્કૂલવાળાએ બાળકીને શાળામાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી, કેમ કે બાળકીના મોઢામાંથી લાળ ટપકતી હતી.

સ્વાસ્થ્યકર્મી રિક્તાબાનો ઉત્તર બાંગ્લાદેશના અંતરિયાળ વિસ્તારમાં રહે છે.

એવા સ્થળે જ્યાં ઑટિસ્ટીક કે અપંગ બાળકોને શ્રાપ તરીકે જોવામાં આવે છે.

તેઓ કહે છે, બીજી બાળકીઓ તેને શાળામાં લઈ જતી તો શિક્ષક એ લોકોને પણ ધમકાવતા કે જો તમે ફરી આ છોકરીને લાવ્યા છો તો તમને બહાર કાઢી દેવામાં આવશે.

ત્યાર બાદ તેમણે જ જાતે શાળા શરૂ કરી. તેમણે ત્રણ ઓરડાથી શરૂઆત કરી હતી. 10 દિવસની અંદર નજીકનાં ઘરોમાંથી તેમની શાળામાં 63 વિદ્યાર્થીઓ આવી ગયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.