મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત આ મહિલા શિક્ષિકા કેવી રીતે બન્યાં?

વીડિયો કૅપ્શન, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત આ મહિલા શિક્ષિકા કેવી રીતે બન્યાં?
મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત આ મહિલા શિક્ષિકા કેવી રીતે બન્યાં?

મહારાષ્ટ્રના ઈચલકરંચીનાં પ્રીતિ પટવા ભાગ્યેજ જોવા મળતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાય છે.

જ્યારે તેમને આ બીમારી હોવાનું નિદાન થયું ત્યારે તેઓ માત્ર 20 વર્ષનાં હતાં. ગળાની નીચે તેમના શરીરનું હલનચલન ધીરેધીરે બંધ થવા લાગ્યું.

2001માં ડૉક્ટર્સે તેમને કહ્યું કે તેઓ ફરીથી ક્યારેય ચાલી નહીં શકે. એક બાદ એક તેમનાં અંગો કામ કરવાના બંધ થયા. તેઓ સંપૂર્ણ પરવશ થઈ ગયાં હતાં. જોકે, તેમણે હાર ન માની અને તેમના પરિવારે સાથ ન છોડ્યો.

તેમણે આ ગંભીર બીમારી હોવા છતાં પોતાનો અભ્યાસ કેવી રીતે પૂરો કર્યો અને હવે કાયદાના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે છે. જાણો આ વીડિયો અહેવાલમાં.....

પ્રીતિ પટવા
ઇમેજ કૅપ્શન, પ્રીતિ પટવા