આ વૃદ્ધાશ્રમમાં એવું તો શું છે કે બીજા વૃદ્ધાશ્રમોમાંથી વૃદ્ધો અહીં રહેવા આવી જાય છે?

વીડિયો કૅપ્શન,
આ વૃદ્ધાશ્રમમાં એવું તો શું છે કે બીજા વૃદ્ધાશ્રમોમાંથી વૃદ્ધો અહીં રહેવા આવી જાય છે?

એટીકે આધ્યાત્મિક કેન્દ્ર વિજયનગરમમાં એક વૃદ્ધાશ્રમ છે. અહીં રહેતાં વૃદ્ધો માટીમાંથી સુંદર વસ્તુઓ બનાવે છે.

આ વૃદ્ધો માટીના મણકા, માટીના ગ્લાસ, માટીના આભૂષણો બનાવે છે.

પરિવારજનોથી દૂર રહેતા અને જીવનના અનેક વિષાદ વચ્ચે જે વૃદ્ધો કામ કરી શકે તેમ છે તેઓ તેમને મનગમતી પ્રવૃત્તિઓ કરી, નવી વસ્તુઓ બનાવી કામ કર્યાનો સંતોષ મેળવે છે અને આ રીતે તેઓ પોતાના માટે થોડી કમાણી પણ કરી લે છે. જેનાથી તેઓ આનંદ અનુભવે છે.

અન્ય વૃદ્ધાશ્રમોમાં રહેતા વૃદ્ધો પણ ત્યાંથી નીકળી આ વૃદ્ધાશ્રમમાં આવી શાંતિથી રહેવા લાગ્યા છે.

ત્યારે વૃદ્ધોને ગમે તેવા વાતાવરણનું સર્જન કેવી રીતે કરાયું અને અહીં વૃદ્ધોનું જીવન કેવી રીતે પસાર થાય છે તે જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...

વૃદ્ધો
બીબીસી
બીબીસી