ગાઝામાં બચાવકર્મી લોકોને બચાવવા ગયા અને મળ્યો માતાનો મૃતદેહ

ગાઝામાં બચાવકર્મી લોકોને બચાવવા ગયા અને મળ્યો માતાનો મૃતદેહ

ચેતવણી : આ અહેવાલનાં કેટલાંક દૃશ્યો વિચલિત કરી શકે છે.

હાલમાં ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને દિવસે દિવસે યુદ્ધનાં ભયાનક દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે.

ગાઝાની પૅરામેડિક ટીમના સભ્ય અબ્દેલઝીઝ અલ બોરદિની તેમની માતાને જોઈને આઘાતમાં છે.

તેમનાં માતા ઇઝરાયલી ઍર સ્ટ્રાઇકમાં મૃત્યુ પામ્યાં છે. તેઓ બચાવકાર્યમાં જોડાયા પણ તેમને જાણ નહોતી કે આ સ્ટ્રાઇકમાં તેમનાં માતાનું પણ મોત થયું છે.

જુઓ વીડિયો અહેવાલ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.