પાકિસ્તાનના લાહોરમાં મહિલાને બગીચામાં યોગ કરતાં કેમ અટકાવાયાં અને પછી શું થયું?
પાકિસ્તાનના લાહોરમાં મહિલાને બગીચામાં યોગ કરતાં કેમ અટકાવાયાં અને પછી શું થયું?

ઈશા અમજદ પાકિસ્તાનના લાહોરમાં રહેે છે. એક દિવસ તેઓ સાર્વજનિક પાર્કમાં યોગ કરી રહ્યાં હતાં, ત્યારે કેટલાક લોકો તેમનો વીડિયો ઉતારવા લાગ્યા હતા અને ગાર્ડે તેમને ત્યાં યોગ નહીં કરવા માટે કહ્યું.
જ્યારે ફ્રૅન્ડ્સને ખબર પડી કે ગાર્ડ્સ દ્વારા ઈશાને યોગ કરતા અટકાવવામાં આવ્યાં છે, ત્યારે તેમણે પણ સાથે મળીને યોગ કરવાની તૈયારી કરી.
જ્યારે બંને મહિલાના પતિઓને યોગ કરતાં અટકાવવા વિશે જાણ થઈ, તો તેમણે પણ યોગ માટે સાથે આવવાની તૈયારી દાખવી.
દરમિયાનમાં ઈશાને લાહોરના સાર્વજનિક પાર્કમાંથી બહાર કાઢતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગયો હતો.
પછી શું થયું અને શા માટે વિવાદ થયો, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



