બિહારમાં એક વર્ષના બાળકે સાપને બચકું ભર્યું ને સાપ મરી ગયો, ડૉક્ટરે આ વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, બિહારમાં એક વર્ષનાં બાળકે સાપને બટકું ભર્યું અને સાપ મરી ગયો, ડૉક્ટરે આ વિશે શું કહ્યું?
બિહારમાં એક વર્ષના બાળકે સાપને બચકું ભર્યું ને સાપ મરી ગયો, ડૉક્ટરે આ વિશે શું કહ્યું?

બિહારના બેતિયામાં એક અનોખી ઘટના બની છે. એક વર્ષનો બાળક સાપને બચકું ભરી ગયો હોવાની ઘટના સામે આવી છે.

નવાઈની વાત એ છે કે સાપ તો મરી ગયો, પણ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. પરિવારજનોના દાવા પ્રમાણે આ સાપ ભારતીય પ્રજાતીનો ઝેરી કોબ્રા હતો.

આ ઘટનાને કારણે આ બાળક હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

એક વર્ષના આ બાળકનું નામ ગોવિંદ છે. ગોવિંદ એની માતાની બાજુમાં જ રમી રહ્યો હતો. ગોવિંદને સાપનું બચ્ચું દેખાયું તેણે એને પકડીને બચકું ભરી લીધું.

જોકે સાપે બાળકને ડંખ નહોતો માર્યો. બાળકને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હાલ ગોવિંદ બિલકુલ સાજો છે. બિહારના બેતિયાની આ ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ છે ત્યારે જુઓ આ વીડિયો.

ગોવિંદ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Alok Kumar

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન