ગુજરાતના આદિવાસીઓનો સવાલ: જંગલમાં જમીન અમારી, ખેતીની સનદ પણ અમારી તો સરકાર ખેતી કેમ નથી કરવા દેતી?

ગુજરાતના આદિવાસીઓનો સવાલ: જંગલમાં જમીન અમારી, ખેતીની સનદ પણ અમારી તો સરકાર ખેતી કેમ નથી કરવા દેતી?

તાપી આસપાસના વિસ્તારોમાં જંગલની જમીનની સનદ મળ્યા છતાં તેમને ખેતી કેમ નથી કરવા દેવાતી? ઉકાઈ ડેમના અસરગ્રસ્ત પરિવારો જંગલની જમીન પર ખેતી કરે છે.

જંગની જમીનમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતોની શું છે વ્યથા?

ચૂંટણી સમયે આ પીડિત પરિવારો તેમને જમીન મળે તેવી માગ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતોને ગ્રામસભાના ઠરાવમાં જેટલી જમીન છે તેનાથી અડધી જમીનની સનદ મળી છે. ખેતી કરવા માગતા કેટલાક ખેડૂતોની વ્યથા એ છે કે તેઓ ખેતી કરવા જાય ત્યારે તેમને જંગલખાતા દ્વારા ખેતી કરવા નથી દેવાતી. એટલું જ નહીં તેમને માર મારી ભગાડી દેવામાં આવે છે.

તો શું કાગળ પર સનદ આપવી અને હકીકતમાં જમીન પર ખેતી કરવા ન દેવી એ ગુજરાત મોડેલનો એક ભાગ બની ગયો છે? કેમ જંગલખાતાના અધિકારીઓ આવા સંઘર્ષની વાતને નકારી રહ્યાં છે. તે સમજો બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં.

આદિવાસી ખેડૂત
RED LINE
RED LINE