You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી અઠવાડિયામાં કેવું રહેશે હવામાન?
ઉત્તર ભારતમાં હીમવર્ષા તથા વરસાદને કારણે ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. વળી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
જેના કારણે વાહનવ્યવહાર, રેલવે તથા ફ્લાઇટ્સની અવરજવર પર અસર જોવા મળી રહી છે.
ગુજરાતમાં ઠંડી પડવા લાગી છે, પરંતુ ભૌગોલિક કારણસર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ઠંડીનાં પ્રમાણમાં તફાવત જોવા મળી રહ્યો છે.
ત્યારે આગામી કેટલા દિવસ સુધી ગુજરાતમાં ઠંડી અનુભવાશે તથા તેમાં કેટલો મોટો ફેરફાર થશે.
આ સિવાય પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા ઊભું થયું છે, જેની આંધ્ર પ્રદેશથી લઈને તામિલનાડુ સુધીના કિનારાના વિસ્તારમાં અસર થશે, પરંતુ શું તેની અસર ગુજરાતની ઉપર થશે?
અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન