બાળકોને વાર્તા સંભળાવીને વિકલાંગો વિશે સંદેશ આપતાં મહિલાની કહાણી
દીક્ષા દિંડે એક વિકલાંગ અધિકારોનાં ઍક્ટિવિસ્ટ છે.
યુકેથી ભણીને આવેલાં દીક્ષા 'ઇન્ક્લુઝન કન્સલ્ટન્ટ' તરીકે કામ કરે છે. તેમને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે, જેના કારણે તેઓ જાતે ચાલી-ફરી નથી શકતાં.
પોતાની સ્થિતિ અને બાળપણથી યુવાની સુધી પોતાને થયેલા અનુભવોને આધારે દીક્ષાએ દેશમાં વિકલાંગો અને તેમની સ્થિતિ અંગે જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું છે.
તેઓ વિકલાંગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક અભિયાન ચલાવી રહ્યાં છે.
તેઓ ઠેકઠેકાણે ફરીને અવનવી રીતે વિકલાંગો પ્રત્યે સંવેદનશીલતા અને સમાજમાં તેમના યોગ્ય સમાવેશ માટે પ્રયાસ કરી રહ્યાં છે.
તેઓ આ હેતુ માટે 100 દિવસની મુસાફરી ખેડી રહ્યાં છે. તેમણે આ યાત્રાનું નામ તેમણે 'ઇન્ક્લુઝન યાત્રા' રાખ્યું છે.
તેઓ આ યાત્રા અંતર્ગત મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં ફરવાનાં છે અને વિકલાંગો માટે સરકાર સક્રિયપણે શું શું કામ કરી રહી છે એનો તાગ મેળવવાનાં છે.
આ દરમિયાન તેઓ અનોખી રીતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



