સુરત : એ દરજી જે કપડાં નહીં, રેઇનકોટ સીવે છે
સુરત : એ દરજી જે કપડાં નહીં, રેઇનકોટ સીવે છે
ચોમાસામાં વરસાદથી પહેરેલાં કપડાં ભીના થતાં અટકાવવા રેઇનકોટ છત્રી કરતાં વધુ અસરકારક રહે છે. પણ રેઇનકોટ મોટેભાગે રેડીમેડ જ ખરીદવા પડે છે. જોકે ગુજરાતના સુરતમાં રહેતા દરજી કુશાંગ દમણિયા રેઇનકોટને રેડીમેડ નહીં, પણ તમારા માપ અને પસંદગી પ્રમાણે સીવીને તૈયાર કરી આપે છે.
રેઇનકોટ ડિઝાઇનર તરીકે ઓળખાતા કુશાંગભાઈ દમણિયા અને તેમના ભાઈ ભૃગેશભાઈ દમણિયા, છેલ્લાં 20-25 વર્ષથી સુરતનાં નાનપુરા વિસ્તારમાં વિવિધ ડિઝાઇનનાં રેઇનકોટ સીવે છે.
તમને ગમે અને તમને ફાવે તેવી ડિઝાઈનના રેઇનકોટ સીવી આપે છે.
તો કઈ રીતે રેઇનકોટ સીવવામાંં આવે છે અને કેમ ખાસ છે આવાં રેઇનકોટ? ચાલો જાણીએ.....
વીડિયોઃ શીતલ પટેલ અને રૂપેશ સોનવણે




