સીતાફળની 3,000 નવી જાત વિકસાવનારા આ ખેડૂત કેવી રીતે લાખોની કમાણી કરે છે?

વીડિયો કૅપ્શન, સીતાફળની ખેતી કરી લાખોની કમાણી સાથે સીતાફળની પેટન્ટ મેળવનારા ભારતના પહેલા ખેડૂત નવનાથ કસપટે કોણ છે?
સીતાફળની 3,000 નવી જાત વિકસાવનારા આ ખેડૂત કેવી રીતે લાખોની કમાણી કરે છે?

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બાર્શી ગામના ખેડૂત નવનાથ કસપટે સીતાફળની એનએમકે ગોલ્ડન જાતને ઉગાડવાની પહેલ કરી. જે હાલ તેમને અત્યંત લાભ કરાવી રહી છે.

આ પહેલથી માત્ર કસપટેને જ લાભ થયો હોય એવું નથી, આનાથી સીતાફળની ખેતીમાં ભારતને પહેલી પેટન્ટ પણ મળી છે.

તેમણે વિકસાવેલી સીતાફળની નવી જાતને સરકારના છોડ વૈવિધ્ય અને ખેડૂત અધિકારોના કાયદા 2019 અંતર્ગત પેટન્ટ મળી હતી.

તેમના પ્રયાસોએ જાણે સીતાફળની ખેતીમાં પરિવર્તન લાવી દીધું છે.

જે ખેડૂતોને ઓછા પાણીના વપરાશ સાથે વધુ નફો મેળવવામાં મદદ કરે છે.

તેમણે પોતાના આગવા પ્રયત્નોથી સીતાફળની 3,000 જાત વિકસાવી છે, જે હાલ તેમને લાખો રૂપિયાની કમાણી કરવામાં મદદરૂપ થઈ રહી છે.

કસપટેની વાડીમાં ઊગતાં ફળોની ભારત સહિત દુબઈ, મસ્કત અને યુરોપ જેવાં સ્થળો પર નિકાસ કરાય છે.

જુઓ, બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆતમાં તેમની કહાણી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ખેડૂત નવનાથ કસપટે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.