'હું 60 વર્ષની છું, પણ મેદાનમાં 16 વર્ષની થઈ જાઉં છું', ફૂટબૉલ રમતાં દાદીઓની કહાણી
'હું 60 વર્ષની છું, પણ મેદાનમાં 16 વર્ષની થઈ જાઉં છું', ફૂટબૉલ રમતાં દાદીઓની કહાણી
સાઉથ આફ્રિકામાં ગ્રૅનીઝ ઇન્ટરનૅશનલ ફૂટબૉલ ટુર્નામેન્ટ 2025 યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં સાત દેશોની 20 ટીમો ભાગ લઈ રહી છે.
આ ટીમોમાં કૅન્યા, સાઉથ આફ્રિકા અને ટોગોની દાદીઓ પણ રમી રહ્યાં છે.
આ ટીમોની ખેલાડીઓની ઉંમર 55 વર્ષથી લઈને 80 વર્ષની છે.
આ દાદીઓનું કહેવું છે કે ફૂટબૉલની રમતે તેમના જીવનને એક નવી દિશા આપવાની સાથે નવો ઉમંગ પણ ભર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



