અમદાવાદ : એ મહિલાઓની આપવીતી, જે ક્લિનિકલ ટ્રાયલમાં જીવ 'જોખમમાં' મૂકે છે

વીડિયો કૅપ્શન, અમદાવાદનાં એવાં મહિલાઓની વાત જેઓ ગુજરાન માટે દવાઓના પરીક્ષણમાં ભાગ લે છે
અમદાવાદ : એ મહિલાઓની આપવીતી, જે ક્લિનિકલ ટ્રાયલમાં જીવ 'જોખમમાં' મૂકે છે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને લૅન્ડમાર્ક માનવામાં આવે છે. જોકે, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા સાબરમતીના કાંઠા વિસ્તારમાં રહેતા સેંકડો લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અહેવાલ મુજબ, સુભાષબ્રિજથી વાસણા બૅરેજ સુધીના નદીકાંઠા વિસ્તારમાંના 12,000થી વધુ પરિવારોને 29 સરકારી વસાહતોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

વિસ્થાપિતોને તેમનાં મૂળ ઘરથી બે-ત્રણ કિલોમીટર દૂર હોય તેવા વિસ્તારમાં આવાસનું વચન આપવામાં આવ્યું હતું.

પહેલાં તો તેમને નજીકમાં જ ફરી વસાવવાના હતા. જોકે, એવું થઈ ન શક્યું અને સાબરમતીથી ખૂબ જ દૂર મોકલી દેવાયા.

આને કારણે અનેક સ્ત્રી-પુરુષોએ પોતાની રોજીરોટી ગુમાવી દીધી અને બેરોજગાર બન્યાં.

હવે, તેઓ દવાઓનાં પરીક્ષણમાં ભાગ લઈને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યાં છે.

જુઓ આવાં જ કેટલાક લોકોની આપવીતી.

અમદાવાદ ક્લિનિકલ ટ્રાયલ, સાબરમતી રીવર પ્રોજેક્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PAWAN JAISHWAL

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન