ગુજરાત પોલીસ સુરતના આ પરિવારની દિવાળી કેવી રીતે પ્રકાશમય બનાવી
ગુજરાત પોલીસ સુરતના આ પરિવારની દિવાળી કેવી રીતે પ્રકાશમય બનાવી
દિવાળીનો તહેવાર મિઠાઈ, ફટાકડાં અને નવાં-નવાં કપડાંનો છે. સાથે જ આ તહેવાર રોશની અને દિપકનો છે. એક દીવાથી બીજો દીવો પ્રગટાવીને પ્રકાશ ફેલાવાનું પર્વ પણ છે.
ત્રણ વર્ષ પહેલાં એક પરિવારના મોભીનું મૃત્યુ થયું. પત્ની અને સંતાનો એકદમ કફોડી સ્થિતિમાં આવી ગયાં. એવામાં સુરત પોલીસે તેમની તરફ સહાયનો હાથ લંબાવ્યો છે.
સુરત પોલીસે સંપૂર્ણપણે સ્વસ્થ ન હોય એવાં ભિક્ષુક મહિલા અને તેમનાં બે સંતાનો માટે છતની વ્યવસ્થા કરી આપી છે.
એ સિવાય તેમનાં સંતાનોના અભ્યાસ અને જરૂરિયાતોની જવાબદારી પણ ઉપાડી લીધી છે.
પોલીસે કેવી રીતે આ પરિવારની મદદ કરવાનું નક્કી કર્યું તે જાણવા જુઓ આ વીડિયો...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



