આજના ભારતમાં મોટાં થતાં મુસ્લિમ બાળકો

વીડિયો કૅપ્શન,
આજના ભારતમાં મોટાં થતાં મુસ્લિમ બાળકો

નોઈડાની આર્થિક રીતે સુખીસંપન્ન સોસાયટીમાં ઉછરતાં મુસ્લિમ બાળકો હોય કે પછી બિહારના કોઈ દૂરના ગામડામાં જેમનો ઉછેર થઈ રહ્યો છે એવાં મુસ્લિમ બાળકો હોય.

રોજબરોજના જીવનમાં તેમનો ઉછેર કરતી વખતે તેમનાં માતાપિતાને અનેક વાતોનું ધ્યાન રાખવું પડે છે.

ધર્મના આધારે વધતો તણાવ, હિંસક ઘટનાઓ અને ડહોળાયેલા સામાજિક વાતાવરણમાં ભારતના લઘુમતી મુસલમાનો પોતાને ક્યાં જુએ છે?

દેશના આવા વાતાવરણની મુસલમાન બાળકો પર શું અસર થઈ પડી રહી છે? બાળકો કેવો સંઘર્ષ કરી રહ્યા છે? માતા-પિતા તેમને કેવી રીતે સમજાવી રહ્યાં છે?

જુઓ બીબીસીની વિશેષ સિરીઝ 'હમ- ભારત કે મુસલમાન'નો પહેલો ભાગ.

રિપોર્ટ: દિવ્યા આર્ય

શૂટ-ઍડિટ: પ્રેમાનંદ ભૂમિનાથન

હમ- ભારત કે મુસલમાન