સુરતની એ મિલ્ક બૅંક જે માતાનું ધાવણ એકઠું કરે છે

વીડિયો કૅપ્શન, સુરતની એ મિલ્ક બેંક જે માતાનું ધાવણ એકઠું કરે છે

સુરતમાં હ્યુમન મિલ્ક બૅંક છે જેમાં મહિલાઓ ધાવણનું દાન કરે છે.

સ્મીમેર હૉસ્પિટલનાં ડૉક્ટર નિરાલી મહેતા કહે છે કે ઘણીવાર બાળકને માતાનું ધાવણ નથી મળતું. આ સ્થિતિમાં અન્ય દૂધ આપવાને બદલે અન્ય માતાનું દૂધ આપી શકાય એ હેતુથી આ મિલ્ક બૅંકની સ્થાપના કરવામાં આવી હતી.

આ મિલ્ક બૅંક 12 વર્ષથી ચાલી રહી છે.

શરુઆતમાં માતાને ધાવણનું દાન કરવા માટે તેમને સમજાવવામાં તકલીફ પડી હતી.

મિલ્ક બૅંકની કેવી કામગીરી છે અને કેવી રીતે તે નવજાતના જીવ બચાવી રહી છે તે જોઈએ આ વીડિયો અહેવાલમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન