નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને કેવી રીતે ઇતિહાસ રચ્યો?
ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપના પુરુષ જૅવલિન થ્રો (ભાલાફેંક) મુકાબલામાં સિલ્વર મેડલ જીત્યો છે.
નીરજ ચોપરાએ ચોથા પ્રયાસમાં 88.13 મીટર લાંબો થ્રો કર્યો હતો.
19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે.
આ પહેલાં અંજુ બૉબી જ્યોર્જએ મહિલા લૉન્ગ જમ્પમાં વર્ષ 2003માં કાસ્ય પદક જીત્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
