You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને કોરોનાને રોકવા શટડાઉન કર્યું તેના કારણે અતિભારે વરસાદ થયો હતો?
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા ચીને કડક લોકડાઉન લાગુ કહ્યું હતું.
જેના કારણે તેની સામે બીજી આકાશી આફત પેદા થઈ હતી. ચીને કરેલા કડક શટડાઉનને પગલે વર્ષ 2020માં ત્યાં ભયંકર વરસાદ પડ્યો હતો. જેમાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં અને લાખો લોકોને ઘર છોડીને જવું પડ્યું હતું.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કાર્બન ઉત્સર્જનમાં થયેલા મોટા ઘટાડાને કારણે ચીનમાં વર્ષ 2020માં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
ગ્રીન હાઉસ ગેસો અને ઍરોસૉલ નામના નાનકડા પાર્ટિકલ્સમાં થયેલા ઘટાડાના કારણે હવામાનમાં ફેરફાર થયા હતા જે બાદ ચીનમાં અતિભારે વરસાદ પડ્યો હતો.
વર્ષ 2020માં જૂન અને જુલાઈ મહિનામાં પૂર્વ ચીનના ઘણા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું હતું. જેના કારણો પર વૈજ્ઞાનીકો રિસર્ચ કરી રહ્યા હતા. જેમાં જાણવા મળ્યું છે કે આ પૂરમાં કોરોનાને કારણે કરવામાં આવેલા કડક શટડાઉને મોટો ભાગ ભજવ્યો હતો.
ચીનની યાંગત્ઝે નદીમાં 1961 બાદનું એ સૌથી ભયાનક પૂર હતું, જેમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
જે બાદ આ પૂર અને અતિભારે વરસાદ મામલે ઘણી સાયન્ટિફીક સ્ટડી જ આવી છે, તેમાંથી કેટલીક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે હિંદ મહાસાગરની એક્સ્ટ્રીમ કન્ડિશનને કારણે અતિભારે વરસાદ પડ્યો હતો.
જોકે, હવે આંતરરાષ્ટ્રીય ટીમે એક નવું સંશોધન રજૂ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને ફેલાતો રોકવા માટે કરવામાં આવેલા કડક શટડાઉનને કારણે ગ્રીન હાઉસ ગેસો અને ઍરોસૉલમાં અચાનક ઘટાડો થયો હતો. જેણે આ મૂશળધાર વરસાદમાં સૌથી મોટો ભાગ ભજવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો