ઉત્તર પ્રદેશ ચૂંટણી : મથુરાના મુસ્લિમોએ પોતાની નૉન-વેજની રેસ્ટોરાં વેજીટેરિયન કેમ કરી નાખી?
ઉત્તર પ્રદેશના મથુરામાં મુસ્લિમ રેસ્ટોરાંના માલિકો કે જેઓ નૉન-વેજ વેચતા હતા તેઓ હવે શાકાહારી ભોજનની રેસ્ટોરાં ચલાવી રહ્યા છે.
તેમનું કહેવું છે કે યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને મથુરા આવીને કહ્યું હતું કે માસ અને મદિરા પર પ્રતિબંધ મુકાશે. જે બાદ તેમના વ્યવસાય પર તવાઈ આવી છે.
તેઓ કહે છે કે જ્યારથી નૉન-વેજ વેચવાનું બંધ કર્યું છે ત્યારથી તેમની કમાણી ઓછી થઈ ગઈ છે.
રેસ્ટોરાંના માલિકો કહે છે કે તેમણે કામ પર રાખેલા માણસો પણ ઓછા કરી નાખ્યા છે, કેટલાક બેરોજગાર થઈ ગયા છે.
રિપોર્ટ : તેજસ વૈદ્ય
શૂટ એડિટ : પવન જયસ્વાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
