ઉત્તર કોરિયા એક જ મહિનામાં સાત-સાત મિસાઇલ પરીક્ષણ કરીને શું સંદેશ આપવા માગે છે?

એક મહિનામાં જ ઉત્તર કોરિયાએ સાત-સાત વાર કરેલા મિસાઇલ પરીક્ષણોનાં ઘણાં કારણો છે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તેમના વિરોધીઓને એક સંદેશ આપવા માગે છે. તેઓ અમેરિકા સાથે વાતચીત માટે દબાણ ઊભું કરવા માગે છે.

આ પરીક્ષણોનો સમય પણ મહત્ત્વનો છે. ચીનમાં વિન્ટર ઑલિમ્પિક નજીક છે.

દક્ષિણ કોરિયામાં માર્ચમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયાનું અર્થતંત્ર ખાળે ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો