વુહાનમાં કડક લૉકડાઉનને બે વર્ષ થયાં, શું છે ચીનની કોવિડ રણનીતિ?
ચીનનું વુહાન શહેર જ્યાંથી કોરાના વાઇરસ સૌથી પહેલા મળી આવ્યો હતો, એ શહેરમાં ચીને કડક લૉકડાઉન લાગુ કર્યાને રવિવારે 23 જાન્યુઆરીએ બે વર્ષ થઈ ગયાં.
તે સમયે, કઠોર પ્રતિબંધો અને સખત અમલીકરણની કડક નીતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી.
જો કે ત્યાર બાદ વાઇરસ વિશ્વભરમાં ફેલાયો અને વિશ્વભરમાં વાઇરસને રોકવા અનેક પ્રતિબધં પણ અમલમાં આવ્યા.
પણ હવે બે વર્ષ પછી પણ જ્યાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ વાઇરસના નવા પ્રકાર ઓમિક્રૉને લઈને ચેતવણી આપતા કહ્યું છે કે આ વાઇરસનો છેલ્લો પ્રકાર હશે અથવા તો મહામારીનો અંત નજીક છે એમ માનવું જોખમકારક છે ત્યારે ચીન આ મહામારી સામે કેવી નીતિ અપનાવી રહ્યું છે અને વુહાનમાં શુ સ્થિતિ છે તે જાણો આ વીડિયોમાં માત્ર બીબીસી ગુજરાતી પર.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો