જામનગર : યુરોપનું એક દુર્લભ પક્ષી ગુજરાતમાં દેખાયું, કેમ ખાસ છે આ મ્યુટ સ્વાન?
જામનગરમાં એક દુર્લભ પક્ષી કૅમેરામાં કેદ થયું છે. તારીખ નવ જાન્યુઆરીએ સાંજે જામનગરના બેડી બંદર પાસેના ઢીંચડા તળાવમાં ભારતમાં દુર્લભ કહી શકાય તેવું યુરોપનું વતની મ્યુટ સ્વાન કૅમેરામાં કેદ થયું હતું.
આ મ્યુટ સ્વાનને જામનગરના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર યશોધન ભાટિયાએ કૅમેરામાં કેદ કર્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો