બીબીસી 100 વુમનમાં અફઘાનિસ્તાનનાં દાદી તરીકે ઓળખાતાં મેહબૂબા સેર્રાજ પણ સામેલ
બીબીસી 100 વુમનમાં અફઘાનિસ્તાનના પત્રકાર અને મહિલા ચળવળકાર મેહબૂબા સેર્રાજ પણ સામેલ કરાયાં છે.
તેમને ઘણીવાર અફઘાનિસ્તાનનાં દાદી તરીકે ઓળવામાં આવે છે.
મંગળવારે બીબીસીએ પોતાની 100 વુમનની યાદી બહાર પાડી અને આ વર્ષે યાદીમાં અડધોઅડધ મહિલા અફઘાનિસ્તાનથી આવે છે. જેમાં મેહબૂબા સેર્રાજનું પણ નામ સામેલ છે.
જેઓ એક પ્રખ્યાત મહિલા ચળવળકાર અને પત્રકાર છે.
ઑગસ્ટ 2021માં જ્યારે તાલિબાન ફરી સત્તા પર આવ્યું તેઓ ત્યાં જ રહ્યાં અને સતત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં અફઘાનનાં મહિલાઓના મુદ્દાઓનો અવાજ બનતાં રહ્યાં.
તેમણે બીબીસીના યાલ્દા હકીમ સાથે વાત કરી. જુઓ કાબુલથી તેમનો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો