મલેશિયામાં LGBTQ સમુદાયને કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે?

સપ્ટેમ્બરમાં થાઇલૅન્ડના પ્રવાસન અધિકારીઓએ બૅંગકૉકમાં 36 વર્ષીય નૂર સજાતની ધરપકડ કરી હતી, જેઓ મલેશિયાનાં એક ચર્ચિત મૉડલ અને કૉસ્મેટિક ઉદ્યમી છે.

મલેશિયાને કેટલીક વાર એક મૉડલ, વૈવિધ્યસભર અને મધ્યમ મુસ્લિમ રાષ્ટ્ર તરીકે દર્શાવાય છે. પરંતુ ટ્રાન્સજેન્ડર મલેશિયન ઉદ્યોગસાહસિક નૂર સજાતના કિસ્સાએ LGBTQI સમુદાયોને ત્યાં અનુભવાતી મુશ્કેલીઓનો પર્દાફાશ કર્યો છે.

હવે તેમણે ઑસ્ટ્રેલિયામાં આશ્રય માગ્યો છે. વળી મલેશિયાના અધિકારીઓએ તેમને પુરુષ માને છે અને ઇસ્લામી કાનૂન હેઠળ તેઓ મહિલાની જેમ કપડાં નથી પહેરી શકતાં.

મલેશિયાના પ્રશાસને ઇસ્લામનું અપમાન કરવાના આરોપમાં તરત જ તેમના પ્રત્યર્પણની માગ કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો