You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળી બાદ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધ્યા?
તહેવારોમાં રાજ્યમાં યાત્રાધામોથી માંડીને પર્યટનસ્થળો પર લોકોની ભીડ ઊમટી પડી હતી.
દિવાળીની ખરીદીમાં પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી ત્યારે હવે રાજ્યમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો લગભગ ચાર મહિના બાદ ફરીથી 40ને પાર પહોંચ્યો છે.
બુધવારે સત્તાવાર જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં બમણો વધારો જોવા મળ્યો હતો.
રાજ્યમાં 24 કલાકમાં 42 નવા કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 16 કેસ, સુરતમાં પાંચ, વડોદરામાં 4 અને રાજકોટમાં બે ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો