જળવાયુ પરિવર્તન : અમેરિકા અને ચીન સાથે મળીને કામ કરશે
આશ્ચર્યજનક રીતે પરસ્પર એકબીજાનાં પ્રતિસ્પર્ધી એવા અમેરિકા અને ચીને એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે જળવાયુ પરિવર્તનની માઠી અસરને ખાળવા બંને દેશોની કોશિશમાં ઝડપ લવાશે.
બંને દેશનું કહેવું છે કે તેઓ સાથે મળીને વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેન્ટિગ્રેડથી વધારો ન થાય તેવા પ્રયાસો પેરિસ કરાર અંતર્ગત કરશે.
ઈયુ અને યુએને વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરતા આ બંને દેશોના સંયુક્ત નિવેદનને આવકાર્યું છે.
પણ ગ્રીન પીસ અને WWF જેવી સંસ્થાઓનું કહેવું છે કે આ બંને દેશોએ હજુ વધુ કરવાની જરૂર છે.
આ બંને દેશના વડા જો બાઇડન અને શિ જિનપિંગની એક વર્ચ્યુઅલ બેઠક આગામી સપ્તાહે થઈ રહી છે, ત્યારે બની શકે કે આ દિશામાં તેઓ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો