કુવૈતમાં તાપમાન 50 ડિગ્રીને પાર, 'મારાં બાળકોએ કાળઝાળ ગરમીથી ભરેલું જીવન જ જોયું',

કુવૈતના રહેવાસીઓ કહે છે કે ક્લાઇમેટ ચૅન્જના કારણે તેમનું રોજિંદું જીવન દુષ્કર બની ગયું છે.

આ વર્ષે જુલાઈમાં 53.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જે કુવૈતમાં આજ સુધી નોંધાયેલું સૌથી ઊંચું તાપમાન છે.

મધ્ય-પૂર્વના વિસ્તારો વિશ્વમાં સૌથી વધુ ઝડપથી ગરમ થઈ રહ્યા હોવાના કારણે આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

બીબીસીની લાઇફ@50 ડિગ્રી સિઝનના ભાગરૂપે હસન રઝેકે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો