યુવરાજ સિંહે એવું શું કહ્યું હતું કે પોલીસે તેની ધરપકડ કરી?
ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહની હિસાર પોલીસે જાતિગત ટિપ્પણીના મામલે રવિવારે ધરપકડ કરી હતી અને એ પછી તરત તેમને વચગાળાના જામીન પર છોડી દેવાયા હતા.
તેમની ધરપકડના સમાચાર રવિવારે મોડી રાતે આવ્યા હતા.
યુવરાજસિંહ પર એક ઇન્સ્ટાગ્રામ લાઇવમાં જાતિગત ટિપ્પણી કરવાનો આરોપ છે.
હંસીના રહેવાસી રજત કલસન નામની વ્યક્તિએ યુવરાજસિંહ વિરુદ્ધ અનેક કલમો સાથે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.
હંસીનાં એસપી નિકિતા ગહેલોતે જણાવ્યું છે કે યુવરાજસિંહ અદાલતના આદેશ પ્રમાણે તપાસમાં સામેલ થયા હતા, જે બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવાયા હતા.
ગહેલોતે જણાવ્યું કે પોલીસે યુવરાજસિંહનો ફોન જપ્ત કરી લીધો છે. યુવરાજસિંહે ચંડીગઢ હાઈકોર્ટમાં પોતાના વિરુદ્ધની એફઆઈઆર રદ કરવાની અરજી કરી છે.
ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વિવાદ થયો, એ બાદ યુવરાજસિંહે માફી માગી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો