પૅરાલિમ્પિકનાં વિજેતા ભાવિના પટેલનો સવાલ, યોજનાઓ પૅરાઍથ્લીટ ખેલાડીઓ સુધી કેમ પહોંચતી નથી?

વીડિયો કૅપ્શન, પૅરાલિમ્પિકનાં વિજેતા ભાવિના પટેલનો સવાલ, યોજનાઓ પૅરાઍથ્લીટ ખેલાડીઓ સુધી કેમ પહોંચતી નથી?

ટોક્યો પૅરાલિમ્પિકમાં ટેબલટેનિસની ફાઇલન મૅચમાં ભારત વતી ગુજરાતી મહિલા ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો.

તેમણે કહ્યું કે, "ગુજરાત સરકાર મને ત્રણ કરોડ આપે એ સરાહનીય છે, પણ હજુ ઍકેડેમી નથી, ફૅસિલિટી નથી અને પૈસા નથી મળતા જેના કારણે મારા જેવા અનેક લોકો આગળ વધી શકતા નથી"

ભાવિના પટેલ મહેસાણા જિલ્લાનાં વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે.

ભાવિના એક વર્ષનાં હતાં, ત્યારે તેમને પોલિયો થઈ ગયો હતો.

ભાવિના પટેલે બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે સરકાર તરફથી મળેલું ત્રણ કરોડ રુપિયાનું પુરસ્કાર તેમની મહેનતનું પરિણામ છે અને એ સિવાય તેમણે મુખ્ય મંત્રી સમક્ષ કેટલીક રજૂઆત પણ કરી હતી.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો