કેરળમાં પતિએ કોબ્રા કરડાવી પત્નીની હત્યા કરી, આજીવન કેદની સજા

ભારતમાં દહેજના નામે પુત્રવધૂને જીવતી સળગાવી દેવાના કિસ્સા બનતા રહે છે.

જોકે દહેજના નામે થતી સતામણી આજે પણ ચાલુ છે. એવામાં કેરળમાં દહેજના નામે હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

કેરળની કોર્ટે એક પતિને પત્નીને કોબ્રા કરડાવીને મારી નાખવાના કેસમાં બમણી આજીવન કેદની સજા સંભળાવી છે.

કેરળની કોલમ કોર્ટે સૂરજકુમારને તેમનાં જ પત્નીને બે વાર સાપ કરડાવીને મારી નાખવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. અને આ માટે આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ કર્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો