વાયુપ્રદૂષણને કારણે સમયથી વહેલાં જન્મી રહ્યાં છે બાળકો?

વીડિયો કૅપ્શન, હવા પ્રદૂષણને કારણે સમયથી પહેલાં જન્મી રહ્યાં છે બાળકો

સામાન્ય રીતે બાળકના જન્મનો આધાર માતાના સ્વાસ્થ્ય પર રહેલો હોય છે. પરંતુ શું તમે જાણો છે કે હવે વાયુપ્રદૂષણ આમાં મોટો ભાગ ભજવી રહ્યું છે.

દુનિયાભરમાં દર વર્ષે અંદાજે 59 લાખ બાળકો સમયથી પહેલાં જન્મી રહ્યાં છે અને તેનું કારણ છે વાયુપ્રદૂષણ.

વાયુપ્રદૂષણને કારણે અંદાજે 28 લાખ નવજાત બાળકોનું વજન સામાન્યથી ઓછું હોય છે.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

ડાઉન ટુ અર્થના રિપોર્ટ અનુસાર, 28 સપ્ટેમ્બર, 2021ના રોજ જર્નલ પ્લોસ મેડિસિનમાં આ રિસર્ચ પેપર પ્રકાશિત કરાયું છે, રાકેશ ઘોષ અને તેમની ટીમે આ રિસર્ચમાં ઘરની અંદર અને બહાર વાયુપ્રદૂષણની અસરોનું વિશ્લેષણ કર્યું છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો