ઍંજેલા મર્કેલના દોઢ દાયકાના શાસનમાં જર્મન સમાજમાં કેવું પરિવર્તન આવ્યું?
પ્રારંભિક પરિણામો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે જર્મનીના સેન્ટર-લેફ્ટ ડેમૉક્રેટિક (SPD) પક્ષે મામૂલી અંતરથી જર્મનીનાં ચાન્સેલર ઍંજેલા મર્કેલના પક્ષને દેશની સંઘીય ચૂંટણીમાં હરાવી દીધો છે.
SPDને 25.7 ટકા મત મળ્યા છે. બીજી તરફ શાસક પક્ષ કન્ઝર્વેટિવ ગંઠબંધન CDU/CSUને 24.1 ટકા મત મળ્યા છે.
જોકે, જ્યાં સુધી ગઠબંધનની રચના નથી થતી ત્યાં સુધી ચાન્સેલર મર્કેલ ક્યાંય નહીં જાય અને તેમણે નાતાલ સુધી રાહ જોવી પડશે. જોકે, તેઓ પહેલાંથી જ ચાન્સેલર ન બનવાની જાહેરાત કરી ચૂક્યાં છે.
વિશ્વનાં સૌથી પ્રભાવશાળી નેતાઓમાંથી એક એવાં ઍંજેલા મર્કેલે યુરોપિયન અને વૈશ્વિક રાજનીતિને સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
જર્મન ચાન્સેલર તરીકેના તેમનાં 16 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ પર તેમણે આગવી છાપ છોડી છે.
તેમણે લાખ્ખો નાગરિકોના જીવનને બદલી નાખ્યું છે, જેમાં હકારાત્મક અને નકારાત્મક બંને પાસાં સામેલ છે.
જુઓ, બીબીસી ગુજરાતીની આ વિશેષ કવર સ્ટોરી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો